જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવડિયા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા સહિતના અગ્રણીઓ દ્વારા લાલ બંગલા નજીક આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતાં.