Monday, December 23, 2024
Homeરાજ્યહાલારભાણવડ નજીક બાઇક સ્લીપ થતા ચાલકનું મૃત્યુ

ભાણવડ નજીક બાઇક સ્લીપ થતા ચાલકનું મૃત્યુ

- Advertisement -

ભાણવડના રણજીત પરા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ દેવરાજભાઈ મધુડીયા નામના 39 વર્ષના યુવાન ગત તારીખ 12 ના રોજ સવારના આશરે સાડા સાતેક વાગ્યાના સમયે ગજી.જે. 10 બી.એસ. 6690 નંબરના મોટરસાયકલ પર બેસી અને હર્ષદભાઈ મોહનભાઈ પરમાર નામના 50 વર્ષના સતવારા આધેડને સાથે લઈને જઈ રહ્યા હતા, ત્યારે ભાણવડથી આશરે 11 કિલોમીટર દૂર વેરાડ ગામની સીમમાં પહોંચતા પૂર ઝડપી જતી આ મોટરસાયકલ ગોલાઈ નજીક અકસ્માતગ્રસ્ત બની હતી અને મોટરસાયકલ સાથે નીતિશભાઈ તથા હર્ષદભાઈ ફંગોળાઈ ગયા હતા.

- Advertisement -

આ અકસ્માતમાં નીતિશભાઈને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈકમાં પાછળ બેઠેલા હર્ષદભાઈને ફ્રેકચર સહિતની ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ સમગ્ર બનાવ સંદર્ભે ભાણવડ પોલીસે હર્ષદભાઈ પરમારની ફરિયાદ પરથી મૃતક બાઈક ચાલક નીતિશભાઈ મધુડિયા સામે આઇપીસી કલમ 279, 337, 338, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular