જામનગર શહેરમાં મહારાજા સોસાયટી સામે આરબ જમાત ખાના પાસેથી સિટી એ પોલીસે બે શખ્સોને વર્લીમટકાનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10,430 ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગરના જનતા ફાટક રોઝી પંપ પાસેથી વર્લીમટકાનો જૂગાર રમતા બે શખ્સોને રૂા.10170 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતાં. જામનગરના કિશાન ચોક વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતો ઝડપી લીધો હતો અને રોકડ તથા મોબાઇલ ફોન મળી રૂા.8060 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના મહારાજા સોસાયટી સામે આરબ જમાતખાનાની બાજુમાં જાહેરમાં વર્લીમટકાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી એ પોલીસે રેઈડ દરમિયાન અકબર અલી મામદ ખફી તથા પરાગ કિર્તી દેસાઈ નામના બે શખ્સોને રૂા.10430 રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં અને રેઈડ દરમિયાન કપાત મેળવનાર મોહસીન ઈકબાલ પઠાણ હાજર ન મળી આવતા તેની શોધખોળ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં જનતા ફાટક રોઝીપંપ પાસે હનુમાનજીની ડેરી નજીક જાહેરમાં વર્લીમટકાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસે નરેશ રેણુમલ તખ્તાણી તથા અલ્કેશ રામજી થડોદા નામના બે શખ્સોને રૂા.10170 ની રોકડ તથા વર્લી મટકાનું સાહિત્ય સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામનગર શહેરમાં કિશાન ચોક માલદે ભુવન સામે જાહેરમાં વર્લીમટકાનો જૂગાર રમતા અંકિત કેતન નંદા નામના શખ્સનેે પોલીસે રેઈડ દરમિયાન રૂા.5000 ની કિંમતના બે નંગ મોબાઇલ ફોન તથા રૂા.3060 ની રોકડ સહિત કુલ રૂા.8060 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.