જામનગરમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ અને એપેડેમિક મેડીકલ ઓફિસર ડો. એસ.આર. રાઠોડના માર્ગદર્શન હેઠળ નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત દરેડ ખાતે તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ની ગાઈડલાઈન અંતર્ગત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 18 વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેંચવા પર પ્રતિબંધ 11 કેસ કરવામાં આવ્યા હતાં. તેમજ શૈક્ષણિક સંસ્થાઓની 100 મીટરના વિસ્તારમાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ અંતર્ગત ચાર કેસ સહિત કુલ 15 કેસ કરવામાં આવ્યાં હતાં. જેમાં ત્રણ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ કાર્યવાહી તાલુકા હેલ્થ ઓફિસર ડો. જે.આર. પટેલ, જિલ્લા આઈઈસી ઓફિસર નિરજ મોદી, તાલુકા સુપરવાઈઝર આર.કે. વરુ, જિલ્લા કાઉન્સીલર નઝમાબેન, સોશિયલ વર્કસ ગૌતમ સોંદરવા તથા દરેડ પોલીસ સ્ટેશનના પો.કો. મેહુલ વિસાણી દ્વારા કરવામાં આવી હતી.