રાજકોટ ડિવિજન ના સીનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 06302 દ્વારકા-મદુરાઈ સ્પેશ્યલ દરરોજ 22.40 કલાકે દ્વારકાથી ઉપડશે અને ચોથા દિવસે 10.30 કલાકે મદુરાઈ પહોંચશે. આ ટ્રેન 19મી એપ્રિલ, 2023 થી 29 એપ્રિલ, 2023 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નં. 06301 મદુરાઈ – વેરાવળ સ્પેશ્યલ દરરોજ 17.40 કલાકે મદુરાઈથી ઉપડશે અને ચોથા દિવસે 07.30 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 14 એપ્રિલ, 2023 થી 23 એપ્રિલ, 2023 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં રાજકોટ, સુરેન્દ્ર નગર, અમદાવાદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, અકોલા, પૂર્ણા, નાંદેડ, કાચીગુડા, રેનીગુંટા, ચેન્નાઈ એગ્મોર, તામ્બરમ, વિલ્લુપુરમ, તિરુચિરાપલ્લી અને દિંડુક્કલ સ્ટેશનો પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર અને સેક્ધડ ક્લાસ જનરલ કોચ હશે. ટ્રેન નંબર 06302 માટે બુકિંગ 13 એપ્રિલ, 2023થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર ખુલશે. આ ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.