પીએમ મોદીએ રોજગાર મેળા અંતર્ગત 71000 યુવાનોને નિમણૂંક પત્ર સોંપ્યા છે. સરકારી વિભાગોમાં 71000 યુવાનોને નોકરી. ભારતમાં નવી તકોના દ્વાર ખુલી રહ્યા છે. 2014 બાદ ભારતે પ્રિ-ટેકનોલોજી એપ્રોચ અપનાવ્યો છે. ભારતમાં એવા અવસર જેની પહેલા કલ્પના પણ નહોતી. યુવાનો સામે અનેક નવા સકટર્સ ખુલી ગયા છે. સ્ટાર્ટઅપ લઇને ભારતમાં મોટાપાયે તક છે. ભારતમાં ડ્રોનની માગ સતત વધી રહી છે. મોટાપાયે યુવાનો ડ્રોન ઉત્પાદન ક્ષત્રે જોડાય છે. દેશભરમાં નવા સ્ટેડિયમ, નવી એકેડમી તૈયાર થઇ રહી છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ રોજગારીના કરોડો અવસર છે.
મોદીએ વધુમાં જણાવ્યું કે, આજે ભારત મોબાઇલ ફોનની નિકાસ કરી રહ્યું છે. દુનિયાના દેશોમાં પહોંચી ગયા છે. તેનાથી પણ રોજગારીની તકો ઉભી થઇ છે. ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટમાં સરકાર દ્વારા કરવામાં આવેલું રોકાણ, ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટમાં ઝડપથી કામ માટે જાણીતી છે. જ્યારે સરકાર કેપિટલ એકસપેન્ડિચર પર ખર્ચ કરે છે. ત્યારે રોડ, પોર્ટ, રેલવે, નવી ઇક્વિપમેન્ટ, સ્ટીલ, સિમેન્ટ વગેરે વસ્તુઓની જરુર પડે છે. જે છેલ્લા આઠ-નવ વર્ષમાં કેપિટલ એકસપેન્ડિચર ચાર ગણી વધી છે. તેના લીધે રોજગારીની તક અને લોકોની આવક વધી છે.
ભારતીય રેલવેનું ઉદાહરણ આપતા મોદીએ કહ્યું કે, 2014 પહેલા સાત દાયકામાં 20,000 કિ.મી. આસપાસ રેલવે લાઇનનું ઇલેકટ્ીફિશયન થયું હતું. અમે છેલ્લા નવ વર્ષમાં અંદાજે 40,000 કિ.મી. રેલવે લાઇનનું ઇલેકટ્રીફિકેશન પુરું કર્યું છે.
મોદીએ યુવાનોને અપીલ કરી કે, એક સરકારી કર્મચારી તરીકે ભલે તમે યાત્રા શરુ કરો. તેમાં તમે યાદ રાખજો કે, એક સામાન્ય નાગરિક તરીકે તમને છેલ્લા પાંચ-સાત વર્ષમાં શુ-શું મહેસુલ થતું હતું. તમન જે ખરાબ અનુભવો થયા હોય તે તમે કોઇ નાગરિકને થવા દેશો નહીં. તમારા લીધે બીજા કોઇને તકલીફ ના પડે એ જ મોટી સેવા છે. હવે એ તમારી જવાબદારી છે. બીજાની આશાઓને પુરી કરી અને યોગ્ય બનાવો. તમે તમારા કાર્યથી સામાન્ય માનવીના જીવનને પ્રભાવિત કે પ્રેરીત કરી શકો છો. આનાથી મોટુ માનવતાનું શું કામ હોઇ શકે. તમારી કોશિષ હોવી જોઇએ. તમારા કાર્યનો સકારાત્મક પ્રભાવ પડે. તમારા લોકો પાસેથી વધુ એક આગ્રહ છે ક, કડી મહેનતથી સફળતા પ્રાપ્ત કરી છે. પરંતુ સરકારી નોકરી મેળવ્યા બાદ પણ શીખવાની પ્રવૃત્તિ રોકતા નહીં. નવુ કામ શીખવાનું ચાલુ રાખજો. હું હંમેશા મારી જાતને વિદ્યાર્થી માનું છું. મને બધુ જ આવડે છે એવો બ્રહ્મ ના રાખવો. તમારી અંદરના વિદ્યાર્થીને જીવતો રાખજો. કંઇકન કંઇક નવું શીખવાની કોશિષ કરજો.