જામનગર શહેરમાં પ્રવિણ ડાઢીની વાડી પાસેની શકિત સોસાયટીમાં યુવકનું 20 હજારની કિંમતનું બાઇક અને કામદાર કોલોની વિસ્તારમાંથી યુવાનનું 20 હજારની કિંમતનું બાઈક ચોરી થયાની ઘટનામાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પ્રવિણ ડાઢીની વાડી પાસેની શકિત સોસાયટી શેરી નં.4માં રહેતા સાગર નરેશભાઈ પાંડવ નામના યુવકે તેના ઘર પાસે પાર્ક કરેલું રૂા.20 હજારની કિંમત જીજે-10-બીએન-1972 નંબરનું બાઈક અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હોવાની નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી. તેમજ કામદાર કોલોની શેરી નં.11 ના છેડે રહેતા ભરત દેવરાજભાઈ પીંગર નામના યુવાનનું રૂા.20 હજારની કિંમતનું જીજે-10-એકયુ-5936 નંબરનું હિરો કંપનીનું બાઈક તસ્કરો ચોરી કરી ગયા હતાં. બનાવની જાણ કરતા પીએસઆઈ કે.આર. સિસોદીયા તથા સ્ટાફે બંને બાઈકચોરીની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.