જામનગર શહેરના ગુલાબનગરમાં રહેતો અને કડીયકામ કરતો યુવાન એક સપ્તાહ પૂર્વે તેના ઘરેથી કડીયાકામે જવાનું કહીને નિકળ્યા બાદ હજુસુધી લાપતા રહેતા પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગરમાં અમુક ચોક, શાકમાર્કેટ પાસેના વિસ્તારમાં રહેતો જય યુવાન ગત તા.5 ના સવારના 9 કલાકથી કડિયાકામનું કહીને નિકળ્યા બાદ ઘરે પરત ન આવતા યુવાનની શોધખોળ કર્યા બાદ પતો ન લાગતા પાંચ ફૂટ પાંચ ઈંચ ઉંચાઈ ધરાવતા, મધ્યમ બાંધાના, આછી ડાઢી મુછ રાખતા અને જમણા હાથની કલાઈમાં ત્રિશુલ નું અને ઓમ તથા માં નામ ત્રોફાવેલ તથા છાતીના ભાગે કાળા કલરના લાખુ નિશાન ધરાવતા ચશ્મા પહેરતા ગુજરાતી અને હિન્દી ભાષા જાણતા કબુતરી કલરનું અડધી બાયની ટી-શર્ટ અને મહેંદી કલરનું નાઈટ પેન્ટ પહેરેલ જય ચેતનભાઇ ચોટલિયા અંગેને જાણકારી મળે તો સિટી બી ડીવીઝનના હેકો જે.એચ.મકવાણા મો.9067674473 ઉપર સંપર્ક કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.