Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયભટિંડા આર્મી કેમ્પમાં ફરી ફાયરિંગ, વધુ એક જવાનનું મોત

ભટિંડા આર્મી કેમ્પમાં ફરી ફાયરિંગ, વધુ એક જવાનનું મોત

- Advertisement -

ભટિંડા મિલિટરી સ્ટેશન પર ફાયરિંગની ઘટનામાં સેનાના ચાર જવાનોના મોત બાદ 24 કલાકની અંદર વધુ એક મોટી ઘટના સામે આવી છે.ગઈકાલે રાત્રે અચાનક રાઈફલમાંથી થયેલા ફાયરિંગને કારણે અન્ય એક જવાનનું મોત થયું છે. આ ઘટના અંગે મળતી વધુ જાણકારી મુજબ એક જવાનને માથામાં ગોળી વાગી હતી. ગોળીનો અવાજ સાંભળીને બધા તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જવાનને મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને અકસ્માત કહેવામાં આવી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે પીએમ બાદ જ ખબર પડશે કે આ ઘટના છે કે પછી જવાને આત્મહત્યા કરી છે. ગોળીબારની ઘટના બાદ જવાન ગુર તેજસને તાત્કાલિક મિલિટરી હોસ્પિ.માં લઈ જવામાં આવ્યો હતો. જો કે જવાનને માથામાં ગોળી વાગતાં અને વધુ પડતું લોહી વહી જવાને કારણે તેણે હોસ્પિટલમાં જ દમ તોડ્યો હતો. સેનાએ સ્થાનિક પોલીસને આ જાણકારી આપી છે. હાલ મૃતદેહને મિલિટરી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular