ભાણવડ તાલુકાના મોડપર ગામે રહેતા ગોગનભાઈ જેસાભાઈ મોરી નામના 42 વર્ષના યુવાનને બિભત્સ ગાળો કાઢી, લોખંડના પાઈપ વડે હુમલો કરી ફ્રેકચર સહિતની ઇજાઓ કરવા સબબ આ જ ગામના વલ્લભ કાનજી અને ભીમા કાના મોરી નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આરોપી વલ્લભને ફરિયાદી ગોગનભાઈએ પોતાની સોસાયટીમાં રાત્રિના સમયે આવવાની ના કહેતા ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 325, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.