જામનગર શહેરમાં ડ્રીમસીટી સોસાયટીમાં ગટરના પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાખવા માટે સોસાયટીના રહેવાસીઓએ ધારાસભ્ય રીવાબા જાડેજાને રજૂઆત કરી હતી. ત્યારે વોર્ડ નં.10 માં આવેલી સોસાયટીના રહેવાસીઓના પ્રશ્ર્નોનું નિવારણ માત્ર 10 જ દિવસમાં કરી આપતા આ કાર્યનો પ્રારંભ કરાયો હતો. આ સ્થળે ખોદકામ શરૂ કરાતા કોર્પોરેટર પાર્થભાઈ જેઠવા, મુકેશભાઈ માતંગ તેમજ અરજી કરનાર દશરથસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. અને કોર્પોરેટર તથા અરજી કરનારે ધારાસભ્ય રીવાબા જાડેજાનો આભાર માન્યો હતો.


