તાજેતરમાં રામનવમીના દિવસે ગુજરાતના ઉના ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવેલ ભડકાઉ ભાષણ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. કાયદાનુસાર જે કેસમાં સાત વર્ષથી નીચેની જોગવાઇ હોય, તેમાં પોલીસને જામીન આપવાની સત્તા હોવા છતાં આ કેસમાં કાજલ હિન્દુસ્તાનીના જામીન નામંજૂર થયા છે. ત્યારે હિન્દુ સેના દ્વારા વિરોધ ઉઠયો છે અને જામીન નામંજૂર કરનાર જજની યોગ્યતા તપાસવા માગણી કરાઇ છે.
રામનવમીના દિવસે ઉના ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હિન્દુ સમાજ માટે સતત કાર્યશીલ કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવેલ ભાષણને લઇ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની વિરુધ્ધ નોંધાયેલ ગુનો બેથી પાંચ વર્ષ સુધીની સજાપાત્ર ગુનો છે. જ્યારે સંવિધાન મુજબ સાત વર્ષથી નીચેની સજાની જોગવાઇ હોય, તેમાં પોલીસને જામીન આપવાની સત્તા છે. ત્યારે કાજલ હિન્દુસ્તાનીના જામીન રદ્ થયા છે. આથી હિન્દુ સેના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટ દ્વારા કાજલ હિન્દુસ્તાનીને જામીન નામંજૂર કરનાર જજની યોગ્યતા તપાસી ન્યાયતંત્રને બચાવવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી છે. તેમજ આ જ પરિસ્થિતિ રહેશે. તો ઉગ્ર વિરોધ અને ગુજરાત ભડકે બળશેની ચિમકી પણ ઉચ્ચારી છે અને તાત્કાલિક સંવિધાન મુજબ કાજલ હિન્દુસ્તાનીને ન્યાય મળે અને જેલ મુક્ત થાય તેવી માગણી કરી છે.
કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ સંદર્ભે વિહીપ ક્રોધિત
તાજેતરમાં રાજ્યના ઉના ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બહુમત હિન્દુ સમાજ માટે સતત કાર્યશીલ માતૃશકિત કાજલબેન હિન્દુસ્તાની એ સમાજ અને દેશની વ્યવસ્થાઓ તથા સાંપ્રત સમસ્યાઓ સંદર્ભેે માર્ગદર્શન કરી તેના અમુક ભાગને વિવાહિત ગણાવી તેમના પર ગુનો દાખલ કરી સરકાર દ્વારા તેમના પર ગુનો દાખલ કરી સરકાર દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. તે ધૃણાસ્પદ કૃત્ય છે. રાજ્યની મહિલા શકિત જ્યારે સમાજને સાંપ્રત સમસ્યાઓ અંગે માહિતગાર કરી માર્ગદર્શન કરે ત્યારે તેમની હિંમત ને બળ પુરૂ પાડવાના બદલે માતૃશકિતના ઉત્સાહને તોડી પાડવાનું કામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જે નિંદનીય છે. વિશ્ર્વ હિન્દુ પરિષદની માંગ છે કે, કાજલબેન વિરૂધ્ધ નોંધાયેલ ફરિયાદ રદ્દ કરવામાં આવે તેમજ તેમને તાકીદે જામીન આપવામાં આવે તેવું વિશ્ર્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ભૂપતભાઈ ગોવાણીની યાદીમાં જણાવાયું છે.


