Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયરાજસ્થાનમાં પાયલોટ ફરી ટેકઓફના મૂડમાં

રાજસ્થાનમાં પાયલોટ ફરી ટેકઓફના મૂડમાં

રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે આજે કાર્યકરો સાથે જયપુરના શહિદ સ્મારક પર ધરણા યોજયા છે. રાજસ્થાનમાં વસુંધરા રાજે સરકાર દરમ્યાન થયેલા કૌભાંડો અંગે પગલાં લેવામાં નહીં આવતાં સચિન પાયલોટ આજે પોતાના પક્ષની સરકાર સામે જ એક દિવસના ઉપવાસ આંદોલન પર બેસી ગયા હતા. પાયલોટના આ ધરણાંના કાર્યક્રમ સામે પક્ષે ચેતવણી આપી હોવા છતાં તેમણે પક્ષની ચેતવણીને અવગણીને ઉપવાસનો કાર્યક્રમ યોજયો હતો. કોંગ્રેસ તરફથી રાજસ્થાન પ્રભારી સુખજીંદરસિંહ રંધાવાએ આ બાબતને પક્ષ વિરોધી પ્રવૃતિ ગણાવી હતી. તેમણે કહયું કે, કોંગ્રેસ ભ્રષ્ટાચાર સામે લડી રહી છે. ત્યારે પાયલટે આવા કોઇપણ કાર્યક્રમ પહેલાં પક્ષ સાથે વાત કરવી જોઇએ. અને ત્યારબાદ જ કોઇ પગલું લેવું જોઇએ. પાયલટે પક્ષને જાણ કર્યા વગર જ ઉપવસાનો રસ્તો અપનાવ્યો છે તે યોગ્ય નથી. સચિન પાયલટના ઉપવાસ આંદોલનથી રાજસ્થાનના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.

- Advertisement -

2018થી જ રાજેશ પાયલટ અને હાલના મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે સતાની સાઠમારી ચાલી આવી છે. ત્યારે આ વર્ષે રાજસ્થાનમાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે સચિન પાયલોટ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહયા હોવાનું માનવામાં આવે છે. આજે બપોરે ઉપવાસ આંદોલન બાદ સચિન પાયલટ રાજકીય બાબતો અંગે સ્પષ્ટતા કરી શકે છે. રાજસ્થાનમાં ફરીથી પાયલોટ અને ગેહલોત જૂથ સામસામા આવી જાય તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. આ વખતે સચિન પાયલેટ આરપારના મૂડમાં હોવાનું જણાઇ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular