Tuesday, January 14, 2025
Homeરાજ્યહાલારકલ્યાણપુર નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુ

કલ્યાણપુર નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુ

બાઈકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર ગામના વૃદ્ધ તેના બાઈક પર જતા હતાં ત્યારે સામેથી આવતા બાઈકસવારે વૃદ્ધના બાઈક સાથે અથડાતા અકસ્માતમાં વૃદ્ધનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામે રહેતા ખીમાભાઈ મેરામણભાઈ પરમાર નામના 60 વર્ષના દેવીપુજક વૃદ્ધ ગત તા. 9 મી ના રોજ સવારના 11 વાગ્યાના સમયે પોતાના જીજે-10-એએલ-8549 નંબરના ટી.વી.એસ. મોટરસાયકલ પર બેસીને સુર્યાવદરથી ટંકારીયા ગામે તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જીજે-10-બીએ- 4671 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલના ચાલકે ખીમાભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં ખીમાભાઈ પરમારને માથાના ભાગે તથા છાતીના ભાગે જીવલેણ ગંભીર ઈજાઓ થતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર વજશીભાઈ ખીમાભાઈ પરમાર (ઉ.વ. 24, રહે. સૂર્યવદર)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે સ્પ્લેન્ડર મોટરસાયકલના ચાલક સામે આઈ.પી.સી. કલમ 304 (અ), 279, 337 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular