આ અંગેની વિગત મુજબ, દ્વારકાથી આશરે 35 કિલોમીટર દૂર કુરંગા ગામે આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીમાં ગત તારીખ 4 એપ્રિલના રોજ ભોગાત ગામનો ભાયા વેરશી લુણા અને કરસન ભાયા લુણા ઉપરાંત અન્ય એક અજાણ્યા શખ્સે અનધિકૃત રીતે પ્રવેશ કરી અને કંપનીમાં ફરજ પર રહેલા કર્મચારીઓ સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી.
આ પ્રકરણમાં કંપનીના આસિસ્ટન્ટ મેનેજર તથા સિક્યુરિટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા અનિલ વિજયપ્રસાદ બલોધીની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ભાયા વેરશી, કરસન ભાયા તથા અન્ય એક અજાણ્યા શખ્સ સામે આઈ.પી.સી. કલમ 447, 504 તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ દ્વારકાના પી.આઈ. પી.એ. પરમાર ચલાવી રહ્યા છે.