Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમુંબઇના પીઆઇને જપ્તી વોરંટ ન બજાવવા અંગે કારણદર્શક નોટિસ આપતું જામનગર ગ્રાહક...

મુંબઇના પીઆઇને જપ્તી વોરંટ ન બજાવવા અંગે કારણદર્શક નોટિસ આપતું જામનગર ગ્રાહક તકરાર નિવારણ આયોગ

- Advertisement -

યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યૂરન્સ કંપનીના પૂર્વ મેનેજર નારણદાસ ગેનાની પોતાના પરિવારની ટ્રિપ માટે જેટ એરવેઇઝ પ્રા.લિ.ની ફલાઇટની ટિકિટો બુક કરાવી હતી. પરંતુ જેટ એરવેઝે અચાનક પોતાની ફલાઇટો રદ્ કરતાં નારણદાસ ગેનાની ફલાઇટ ટ્રીપના સમયે રદ્ થતાં નારણદાસ ગેનાનીએ જામનગર ગ્રાહક તકરાર નિવારણમાં પોતાની ટિકીટોના રિફંડ માટે ફરિયાદ દાખલ કરી હતી. જે ફરિયાદ ચાલી જતાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમે વળતર મંજૂર કર્યું હતું. જે વળતરની રકમ જેટ એરવેઝે ન ચૂકવતા અરજદારે તેમના વકીલ મારફત ગ્રાહક તકરાર નિવારણમાં દરખાસ્ત દાખલ કરી હતી. જે દરખાસ્તની જેટ એરવેઝને નોટીસ બજી જતાં તેમ છતાં જેટ એરવેઝે વળતરની રકમ ન ચૂકવતા ગ્રાહક તકરાર નિવારણ આયોગે સામાવાળા જેટ એરવેઝ સામે જપ્તી વોરંટ કાઢયું હતું. જે જપ્તી વોરંટ બજાવવા માટે પોલીસ ઇન્સ્પેકટર કુરલા પોલીસ સ્ટેશનને મોકલેલ જે વોરંટ કુરલા પોલીસ સ્ટેશનને રજી. એડી.થી મળી ગયું હોવા છતાં કુરલા પોલીસ સ્ટેશનના પીઆઇએ સદરહુ વોરંટની બજવણી અંગે સામાવાળા જેટ એરવેઝ સામે કોઇ કાર્યવાહી કરેલ નહીં કે, વોરંટ બજયે કે વગર બજયે પરત ન કરતાં આથી ફરિયાદીના વકીલે આ બાબતેની લેખિત રજૂઆતો કરતાં જે રજૂઆતોને ધ્યાને લઇ ગ્રાહક તકરાર નિવારણ આયોગે કુરલા પોલીસ સ્ટેશનના પીઆઇને કારણદર્શન નોટીસ આપી સદરહુ બાબતે ખુલાસો આપવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ યુસુફ એ. બ્લોચ તથા મુસિર એમ. બ્લોચ રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular