જામનગરના ન્યાલચંદ વિરપાળ શાહ (ચંદરીયા) જૈન મહાજનએ જામનગર પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના આરોપી રિઝવાન નુરાભાઇ ઉર્ફે નુરમામદ મામદભાઇ ખીરા સાથે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવેલ કે, ફરિયાદીની સંયુક્ત નામની ખેતીની જમીન કનસુમરા ગામે 45 વિઘા જેટલી આવેલ છે. તેમાં બાપદાદાના સમયથી રહેણાંકના બે મકાન અને સામાન ભરવા માટે વખાર આવેલ છે. તે જમીન ફરિયાદીના બા જીવીબેન વસવાટ કરતાં હતાં તેમની તબીયત નાદુરસ્ત થતાં તેઓ મુંબઇ મુકામે વસવાટ કરવા માટે ચાલ્યા ગયેલા અને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું. જેથી આ જમીન છેલ્લા 30 વર્ષથી બંધ રાખેલ અને પ્રસંગોપાત આ જમીનમાં જવાનું થતું અને આઠ માસ પહેલા આરોપી રિઝવાને તાળા તોડી બાંધકામ જૂનુ તોડી અને નવુ બાંધકામ ચાલુ કરી દીધું હતું અને ફરિયાદીના પુત્રને જાણ થતાં તેઓ અટકાવવા જતાં તમને ધમકીઓ આપી હતી. જેથી ગેરકાયદેસર જમીન પચાવી પાડેલ હોય અને ગેરકાયદેસર બાંધકામ ચાલુ કરી દીધેલ હોવાની ફરિયાદ કરાઇ હતી. આ ફરિાયદના આરોપીની અટક કરી અને જેલ હવાલે કરવામાં આવ્યું હતું. જેથી આરોપી દ્વારા અદાલતમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.
આરોપી તરફે થયેલ દલીલો અને રજૂઆતો માન્ય રાખી અને આરોપી રિઝવાન નુરમામદભાઇ ઉર્ફે નુરાભાઇ મામદભાઇ ખીરાને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા તથા નિતેશ મુછડીયા રોકાયેલા હતાં.