આસામમાં રોંગાલી બિહુની ઉજવણી ઈતિહાસ જઈ રહી છે. 14 એપ્રિલના રોજ ગુવાહાટીમાં યોજાનાર કાર્યક્રમમાં આ વખતે વર્લ્ડ રેકોર્ડ બનાવશે. જેમાં 11000 કલાકારો બિહુ નૃત્યમાં ભાગ લેશે. જ્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પણ હાજર રહેશે.
આ કાર્યક્રમમાં 70 ટકા મહિલાઓ અને 30 ટકા પુરૂષો ભાગ લેશે. મુખ્યમંત્રી હિમંતબિસ્વા શર્માના જણાવ્યા મુજબ, પહેલીવાર આટલા કલાકારો એક સાથે એક જગ્યાએ લોકનૃત્ય રજૂ કરશે.
કાર્યક્રમ 15 મિનિટનો હશે અને ઘણી બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં વાઘોમાં ઢોલ, તાલ, ગોગોના, ટોકા, પીપા અને જુટુલી જેવા વાઘો હશે. આસામ મણિપુર અને બંગાળના કેટલાંક ભાગોમાં 14 અને 15 એપ્રિલના રોજ આસામી નવા વર્ષની શરૂઆતના અવસર પર રોગાલી અથવા બોહાગ બિહુ ઉજવવામાં આવે છે.