Saturday, September 21, 2024
Homeહવામાનઆખરે ઉનાળો તપ્યો, પારો 40 ડિગ્રીને પાર

આખરે ઉનાળો તપ્યો, પારો 40 ડિગ્રીને પાર

- Advertisement -

રાજયમાં માવઠાએ ધમરોળ્યા બાદ હવે આગ ઝરતી ગરમીથી ગુજરાતીઓ શેકાઇ રહ્યા છે. રાજયના મોટાભાગના શહેરોમાં પારો ઉચકાયો છે અને લોકોને ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં ગરમી વધી છે. 10 શહેરોનું તાપમાન 38 ડિગ્રીથી વધારે અમદાવાદ અને ભૂજમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. 20 એપ્રિલ સુધી 40 થી વધુ ડિગ્રી તાપમાન અને બાદમાં 45 ડિગ્રી સુધી રહેવાની આશંકા છે. જામનગર શહેરમાં પણ શનિવારે તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર થઇ ગયો હતો. જો કે, રવિવારે તાપમાનાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાતા મહતમ તાપમાન 35 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર તા. 11 થી 14 એપ્રિલ દરમ્યાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ શકયતા છે. જયારે 10 એપ્રિલના રોજ ગુજરાતમાં શુષ્ક વાતાવરણ જોવા મળી શકે છે. આગામી સમયમાં ગુજરાતમાં ગરમીના પારામાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શકયતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular