આ અંગેની વિગત મુજબ, દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં આવેલા ખુશાલ નગર ખાતે રહેતા અલાઉદ્દીન ઓસમાણ ભેસલિયા નામના 24 વર્ષના યુવાન તથા તેમના પત્ની સાથે કોઈ બાબતે બોલાચાલી કરી, આ જ વિસ્તારમાં રહેતા સલીમ ઓસમાણ, અબ્બાસ ઓસમાણ, હનીફ ઓસમાણ અને આસબાઈ ઓસમાણ નામના ચાર શખ્સો દ્વારા બિભત્સ ગાળો કાઢી, ફરિયાદી અલાઉદ્દીન ઓસમાણ ઉપર કુહાડી વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં મહિલા સહિત ચારેય આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 322, 324, 504, 506 (2) 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.