Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયબીજા ધોરણ સુધી લેખિત પરીક્ષા ન લેવા NCFની સલાહ

બીજા ધોરણ સુધી લેખિત પરીક્ષા ન લેવા NCFની સલાહ

- Advertisement -

નેશનલ કરીકુલમ ફ્રેમવર્કના ડ્રાફ્ટમાં જણાવવામાં આવ્યું છે કે બીજા ધોરણ સુધીના બાળકોના મૂલ્યાંકન માટે લેખિત પરીક્ષા યોગ્ય નથી. આ ડ્રાફ્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ત્રીજા ધોરણથી લેખિત પરીક્ષા શરૃ થવી જોઇએ.
આ ડ્રાફ્ટમાં ભલામણ કરવામાં આવી છે કે મૂલ્યાંકનની પધ્ધતિ એવી હોવી જોઇએ કે જેનાથી બાળક પર વધારાનો બોજ ન પડે.

- Advertisement -

વાસ્તવમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ના આધારે આ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવી રહી છે જેમાં બે પ્રકારે મૂલ્યાંકન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. એક તો બાળકનું ઓબ્ઝર્વેશન કરવું અને બીજું એ કલાકૃતિઓનું વિશ્લેષણ કરવું જે બાળકે પોતાના શીખવાના અનુભવના ભાગરૂપે તૈયાર કરી છે.

ડ્રાફ્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફાઉન્ડેશન સ્ટેજ એટલે કે બીજા ધોરણ સુધી મૂલ્યાંકન માટે લેખિત પરીક્ષા લેવી બિનજરૂરી છે. ડ્રાફ્ટમાં જણાવવામાં આવ્યું છે કે બાળક અલગ અલગ રીતે શીખે છે અને બાળકે જે શીખ્યું છે તે બતાવવાની રીતે પણ દરેક બાળકની અલગ અલગ હોય છે. આ સ્થિતિમાં શીખવાનું પરિણામ અથવા યોગ્યતાની સિદ્ધિ જાણવા માટેના અનેક પ્રકાર હોઇ શકે છે. મૂલ્યાંકનને કારણે બાળક પર કોઇ વધારાનો બોજ ન પડવો જોઇએ. મૂલ્યાંકનની પધ્ધતિને એવી રીતે ડિઝાઇન કરવી જોઇએ કે બાળકના શીખવાના અનુભવનું એક સ્વાભાવિક વિસ્તાર થાય. ડ્રાફટમાં ત્રીજા ધોરણથી લેખિત પરીક્ષા લેવાની સલાહ આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular