Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરચેક રિર્ટન કેસમાં સ્વામિ વિવેકાનંદ ક્રેડિટ કો.ઓપ. સોસાયટીના સભાસદને સજા

ચેક રિર્ટન કેસમાં સ્વામિ વિવેકાનંદ ક્રેડિટ કો.ઓપ. સોસાયટીના સભાસદને સજા

- Advertisement -

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીના સભાસદ મયુર ભીખુભાઈ ચાવડાએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપ્યો હતો. સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થતાં સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવી હતી. તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ – 138 અન્વયે આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી.

- Advertisement -

જજ ડી.બી.જોશીની કોર્ટમાં કેસ ચાલતા આ આરોપીને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 255 (2) મુજબ ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ 138 અન્વયે આરોપીને તકસીરવાન ઠરાવી આરોપીને ત્રણ માસની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકોની રકમનો દંડ કરતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ આરોપી ચેકની રકમ ભરપાઈ કરવામાં કસુર કરે તો વધુ 6 માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે અને કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ. મણીલાલ જી.કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular