જોડિયા તાલુકાના કેસિયા ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતા પ્રૌઢ ગુરૂવારે સવારના સમયે ભાદરા નજીક પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતાં તે દરમિયાન સામેથી આવતા હિરો સ્પ્લેન્ડર બાઈકસવારે પ્રૌઢના બાઇક સાથે અથડાવી અકસ્માતમાં નીચે પડી જતાં ગંભીર ઈજા પહોંચવાથી પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના કેશિયા ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતા મૈયાભાઈ મુરાભાઈ સોરીયા (ઉ.વ.52) નામના પ્રૌઢ ગુરૂવારે સવારના સમયે તેના જીજે-10-સીએફ-0956 નંબરના બાઈક પર ભાદરા પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતાં તે દરમિયાન સામેથી પૂરઝડપે બેફીકરાઈથી આવતા જીજે-10-સીસી-2262 નંબરના બાઈકચાલકે પ્રૌઢના બાઈક સાથે અથડાતા આ અકસ્માતમાં પ્રૌઢ મૈયાભાઈ બાઈક પર પડી જતાં માથામાં, પગમાં અને દાઢીમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. અકસ્માતના બનાવ અંગેની જાણ થતા એએસઆઈ આર.એમ. જાડેજા તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના ભાઈ પુનાભાઈના નિવેદનના આધારે બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.