જામનગર મહાનગરપાલિકાના કંટ્રોલ વિભાગમાં વિભાગમાં શહેરની જીજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ લાગી હોય તેઓ કંટ્રોલ રૂમને મેસેજ મળતા તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટર સાથે કાફલો જીજી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો ત્યાં લાગેલી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
જામનગર મહાનગરપાલિકાના કંટ્રોલરૂમ ખાતે મેસેજ મળ્યો હતો કે આજે સવારે શહેરની જીજી હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં આગ લાગી હોય જે આગને કાબુમાં લેવા માટે ફાયર શાખાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા કોવિડ વોર્ડમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન હાથ ધર્યા હતા અંતે આ સમગ્ર કામગીરીને મોકડ્રીલ જાહેર કરી હતી, જે દરમિયાન જી જી હોસ્પિટલના સ્ટાફને તાત્કાલિક અસરથી લાગેલી આગને કાબુમાં કઈ રીતે લેવી તે સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચીફ ફાયર ઓફિસર કે.કે. બીશનોઈના માર્ગદર્શન હેઠળ સમગ્ર કામગીરી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈ જ પાંડિયન ની રાહબરી હેઠળ ફાયર શાખાના સ્ટાફે કરી હતી.