Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ઉજવાયો પંગુની ઉતરીરામ

જામનગરમાં ઉજવાયો પંગુની ઉતરીરામ

છોટીકાશીમાં દરેક ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવે છે. રામનવમીના પાવન તહેવારની ઉજવણી બાદ શહેરમાં પંગુની ઉતરીરામ ઉત્સવ ઉજવાયો હતો. તામિલનાડુમાં આ ઉત્સવ ઉજવવામાં આવે છે. તમિલવાસીઓમાં આ તહેવારનું મહત્વ છે. ભગવાન શિવ અને પાર્વતિની પૂજા કરવામાં આવે છે અને ભક્તો ભગવાન મુરુગનની પ્રાર્થના કરે છે. આ તહેવાર ઉતરા ફાલ્ગુની નક્ષત્રમાં ઉજવવામાં આવે છે. કાર્તિક ભગવાનના લગ્નના આ ઉત્સવમાં તમિલવાસીઓએ જે માનતા રાખી હોય તે આ દિવસે માથા પર કાવળી રાખીને સમુહમાં મંદિરે જઇને ઉતારવામાં આવે છે. જે જામનગરમાં રહેતા તમિલ પરિવારોએ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર કાઢી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular