Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયફેંસલાના અભાવે જેલમાં સબડે છે 77 ટકા કેદીઓ

ફેંસલાના અભાવે જેલમાં સબડે છે 77 ટકા કેદીઓ

દેશની જેલોમાં અન્ડર ટ્રાયલ વિચારાધીન એટલે કે કાચા કામના કેદીઓની સંખ્યામાં ઘટાડો નથી થઈ રહ્યો બલકે વધી રહ્યો છે. ન્યાય તંત્રની સીસ્ટમમાં ખામીના કારણે આવા કેદીઓની સંખ્યા વધી રહી છે. ઈન્ડીયા જસ્ટીસ રિપોર્ટ 2022ના અનુસાર વર્ષ 2021 ડિસેમ્બર સુધીના આંકડાના આધારે 77 ટકા કેદી વિચારાધીન છે, મતલબ કે આ કેદીઓ તપાસ કે કેસ પુરો થવાની રાહ જોઈ રહ્યા છે.

- Advertisement -

આ સંખ્યા વર્ષ 2020માં 76 ટકા અને વર્ષ 2019માં 69 ટકા હતી. રિપોર્ટ અનુસાર ન્યાય આપવાના ધોરણો પર કર્ણાટક પ્રથમ અને ઉત્તરપ્રદેશ 18માં ક્રમે છે જયારે ગુજરાત ચોથા ક્રમે છે.

28 રાજયોના આંકડાના આધાર પર ન્યાયપાલિકામાં પેન્ડીંગ (વિલંબીત) કેસનો હવાલો આપતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અલગ અલગ ઉચ્ચ ન્યાયાલયોમાં ચારમાંથી એક મામલો પાંચ વર્ષથી વધુ સમયથી પેન્ડીંગ છે.

- Advertisement -

વર્ષ 2020 અને 2022 દરમિયાન અદાલતી કેસોની સંખ્યા 4.1 કરોડ થઈ ગઈ છે. જેમાં 69 ટકા આપરાધીક કેસ છે. જિલ્લા અદાલતોમાં સરેરાશ કેસોમાં નિકાલ કરવાના દરમાં 3.6 ટકા ઘટાડો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરેરાશ રાજયોમાં ઉચ્ચ ન્યાયાલયના સ્તરે ન્યાયિક જગ્યાઓ 29.8 ટકા રહી અને જિલ્લા અદાલતોમાં રૂા.7 ટકા ન્યાયિક પદો ભરાયા નથી.

ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો, પોલીસ અધિકારીઓ વચ્ચેની જગ્યાઓ લગભગ 40 ટકા આસપાસ છે. રાષ્ટ્રીય સ્તર પર કાનૂની સહાયતા કલીનીકની સંખ્યામાં 44ની કમી છે. રિપોર્ટમાં ન્યાયના પસંદગીના ધોરણોના આધારે રેન્કીંગની જાહેરાત થઈ છે. કર્ણાટકે એક કરોડથી વધુ વસ્તી વાળા 18 મોટા અને મધ્યમ રાજયોમાં પોલીસ, ન્યાયપાલિકા, જેલ અને કાનુની સહાયતાના આધારે શીર્ષ રેન્ક મેળવ્યો છે. તામિલનાડુ બીજા ક્રમે અને તેલંગાણા ત્રીજા ક્રમે છે. ગુજરાત ચોથા ક્રમે, આંધ્રપ્રદેશ પાંચમા ક્રમે ઝારખંડ સાતમા ક્રમે અને ઉતરાખંડ 14મા ક્રમે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular