Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચેક રિર્ટન કેસમાં બે વર્ષની કેદ

ચેક રિર્ટન કેસમાં બે વર્ષની કેદ

- Advertisement -

જામનગરમાં નાઘેડી પાટીયા પાસે આવેલ શહિદ વિર રમેશ પેટ્રોલિયમમાં સરમત ગામના રહીશ રણજીતસિંહ અભેસંગ જાડેજાએ તેમના ટ્રકમાં ડિઝલ ભરાવવા માટે ખાતુ રાખ્યું હતું અને રૂા. 5,35,036.31નું ડિઝલ નખાવ્યું હતું. આ ડિઝલની રકમ ચૂકવવા આરોપી દ્વારા તેમના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયામાં આવેલ ખાતાનો રૂા. 5,35,036.31નો ચેક આપ્યોહ તો. સદર ચેક પેટ્રોલ પંકના માલિક દ્વારા વસુલાત માટે તેમની પેઢીના ખાતામાં રજૂ કરતાં ચેક વગર વસુલાતે ઇન્સફીસીયન્ટ ફન્ડસના શેરા સાથે પરત ફર્યો હતો. આ અંગે પેટ્રોલ પંપના માલિક દ્વારા આરોપીને પોતાના વકીલ ક્રિપાલસિંહ આર. જાડેજા મારફત તેમની કાયદેસરની લેણી રકમ ચૂકવવા ડિમાન્ડ નોટીસ મોકલી હતી. આમ છતાં આરોપી દ્વારા રકમ ચૂકવવામાં ન આવતા શહિદ વિર રમેશ પેટ્રોલિયમના માલિક જશીબેન વિક્રમભાઇ જોગલ દ્વારા તેમના કુલમુખત્યારનામા દરજ્જે હમીરભાઇ વિક્રમભાઇ જોગલ દ્વારા આરોપી વિરુધ્ધ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ મુજબ આરોપી સામે ચીફ જ્યુ. મેજી.ની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ જજ આર.બી. ગોસાઇની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી રણજીતસિંહ અભેસિંહ જાડેજા રે. સરમત તા.જી. જામનગરવાળાને બે વર્ષની કેદની સજા અને ચેકની રકમનો દંડ 90 દિવસમાં ભરવા હુકમ કર્યો હતો અને ફરિયાદીને વળતર તરીકે આપવા હુકમ કર્યો છે અને જો સમયમર્યાદામાં દંડ ન ભરે તો વધુ 4 માસની સજાનો હુકમ કરેલ છે. આરોપી હુકમ સમયે કોર્ટમાં હાજર ન રહેતા આરોપી વિરુધ્ધ સજાનું વોરંટ કાઢવા અને આ વોરંટ બજાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક જામનગરને બજાવવા મોકલી આપવા હુકમ કર્યો છે.

- Advertisement -

આ કેસમાં ફરિયાદી વતી જામનગરના વકીલ ક્રિપાલસિંહ રમજુભા જાડેજા, નાઝિરખાત લોહાની, કુલદીપસિંહ પી. ચૌહાણ રોકાયેલ હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular