Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરટાઉન પ્લાનિંગ જામ્યુકોની એકમાત્ર શાખા જેણે આવકના અંદાજ પુરા કર્યા

ટાઉન પ્લાનિંગ જામ્યુકોની એકમાત્ર શાખા જેણે આવકના અંદાજ પુરા કર્યા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાને વર્ષ 2022 દરમિયાન અંદાજપત્રની રૂા. 52 કરોડની અંદાજિત આવક સામે રૂા. 58.36 કરોડની આવક થઇ હતી. તેમજ ઓનલાઇન 3933 બાંધકામની પરવાનગી આપવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વર્ષ 2022 માટે તા. 1-4-22થી 31-3-23ના અંદાજપત્રમાં 52 કરોડની અંદાજિત આવક આપવામાં આવી હતી. જેની સામે રૂા. 58.36 કરોડની આવક થઇ છે. નાયબ કમિશનર ભાવેશભાઇ જાનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટીપીઓ શાખા દ્વારા વધુને વધુ પોર્ટલ પર અરજીઓ થાય તથા બાંધકામની પરવાનગી આપવામાં આવે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતાં. જે અંતર્ગત ટીપીઓ શાખા દ્વારા ઇ-નગર પોર્ટલ ઉપર વર્ષ 2022 દરમિયાન 3933 બાંધકામની પરવાનગી આપવામાં આવી હતી. ટીપીઓ શાખા દ્વારા વર્ષ 2022 દરમિયાન અંદાજે 30 જેટલા હાઇરાઇઝ અને લો-રાઇઝ બાંધકામોને વિકાસની પરવાનગી આપવામાં આવી હતી. તેમજ સેલેબલ એફએસઆઇની રૂા. 7.64 કરોડની આવક થઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular