ઝારખંડ અલગ રાજ્ય થયા પછી પાંચ-પાંચ નકસલવાદીઓના મોતની ઘટના ઐતિહાસિક છે. આ ઘટનાને ઐતિહાસિક ઉપલબ્ધિ ગણાવી શકાય. ભૂતકાળમાં એક કે બે નકસલીનાં મોત થયા હતાં. ત્રણ વર્ષના આંકડા પર નજર કરવામાં આવે તો જાન્યુઆરી, 2020થી આજની ઘટના અગાઉ 30 ઇનામી નકસલીઓના મોત થયા છે.જેમાં સૌથી વધુ સૌથી વધુ ઇનામવાળા 15-15 લાખના ઇનામી બે રિજિયોનલ કમિટીના સભ્યો, એક દસ લાખના ઇનામી ઝોનલ કમાન્ડર, એક પાંચ લાખનોે ઇનામી સબ ઝોનલ કમાન્ડર, પાંચ બે-બે લાખના ઇનામી એરિયા કમાન્ડર, 21 એક-એક લાખના ઇનામી સભ્ય સામેલ હતાં. આ તમામ નકસલીઓ પર કુલ ઇનામ 44 લાખ રૂપિયાનું હતું. આ ત્રણ વર્ષોમાં એક પણ 25 લાખના ઇમામી સ્પેશિયલ એરિયા કમિટીના સભ્ય માર્યો ગયો ન હતો અને આજે માર્યા ગયેલા પાંચ નકસલીઓને ઉમેરીએ તો આ સંખ્યા 35 થઇ ગઇ છે. આજે નકસલીઓ માર્યા ગયા છે તેમાં બે સ્પેશિયલ એરિયા કમિટીના સભ્ય સામેલ છે. જેમના પર 25-25 લાખનું ઇનામ હતું.આ ઉપરાંત ત્રણ સબ ઝોનલ કમાન્ડર માર્યા ગયા છે જેમના પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઇનામ હતું. એટલે કે ઇનામની કુલ રકમ 65 લાખ રૂપિયા છે. માર્યા ગયેલા નકસલીઓમાં 25 લાખનો ઇનામી તથા સ્પેશિયલ એરિયા કમિટી સભ્ય (સૈક) ગૌતમ પાસવાન, 25 લાખનો ઇનામી તથા સ્પેશિયલ એરિયા કમિટી સભ્ય (સૈક) ચાર્લીસ ઉરાંવ, પાંચ લાખનો ઇનામી તથા સબ ઝોનલ કમાન્ડર નંદુ, પાંચ લાખનો ઇનામી તથા સબ ઝોનલ કમાન્ડર અમર ગંઝુ, પાંચ લાખનો ઇનામી તથા સબ ઝોનલ કમાન્ડર સંજીત ઉર્ફે સુજીત ગુડિયાનો સમાવેશ થાય છે. આજના ઓપરેશનમાં બે એકે 47 રાયફલ, બે ઇન્સાસ રાયફલ અને બે દેશી રાયફલ જપ્ત કરવામાં આવી છે. પોલીસે એક નકસલીની ધરપકડ કરી લીધી છે.