દેવભૂમિ દ્વારકામાં રેલવે સ્ટેશન રોડ પર આવેલી યુવાનની ઓફિસમાંથી પાવર બેંક અને ઘડિયાળની ચોરીના બનાવમાં પોલીસે શકમંદ સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, દ્વારકા તાલુકાના વરવાળા ગામે રહેતા અને દ્વારકામાં રેલ્વે સ્ટેશન રોડ પર ઓફિસ ધરાવતા અક્ષય અશોકભાઈ કાનાણી નામના 25 વર્ષના યુવાનની ઓફિસમાં રાખવામાં આવેલી રૂા. 3,000 ની કિંમતની પાવર બેંક તથા કેબલના ખાનામાં રાખવામાં આવેલી રૂા.400 ની કિંમતની ઘડિયાળ ચોરી કરીને લઈ જવા સબબ દ્વારકામાં રહેતા સાવન ઉપેનભાઈ લાખાણી નામના શખ્સ સામે દ્વારકા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 380 તથા 454 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.