આજે રાજ્યમાં ગુજકેટની પરીક્ષા છે ત્યારે જામનગર જિલ્લામાં કુલ 12 કેન્દ્રો પર 121 બ્લોકમાં 2382 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી આજે સવારે 10 થી સાંજે 4 સુધી આ પરીક્ષા યોજાશે. જેમાં ભૌતિક રસાયણ, જીવ વિજ્ઞાન અને ગણિતના પેપરો લેવાશે. ગુજરાતી, હિન્દી અને અંગે્રજી માધ્યમમાં પ્રશ્ર્નપત્ર આવશે. જેમાંથી ગુજરાતી માધ્યમના 1335 વિદ્યરાર્થીઓ અને અંગે્રજી માધ્યમમાં 1047 વિદ્યાર્થીઓ પેપર આપશે.