Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ઈન્કમટેકસમાં નોકરી અપાવવાના બહાને વધુ એક પિતા-પુત્ર સાથે વિશ્વાસઘાત

જામનગરમાં ઈન્કમટેકસમાં નોકરી અપાવવાના બહાને વધુ એક પિતા-પુત્ર સાથે વિશ્વાસઘાત

યુવાન અને તેના પિતરાઈને નાણાંમંત્રીના ઈમેઇલ દ્વારા મેઈલ કર્યા : પિતા-પુત્ર પાસેથી સાડા છ લાખ અને અન્ય યુવાન પાસેથી દોઢ લાખ પડાવ્યા : પોલીસ દ્વારા પિતા-પુત્ર સામે કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં ઈન્કમટેકસમાં નોકરી અપાવવાના બહાને એનઆરઆઈ કોલોનીમાં રહેતા પિતા-પુત્રએ વધુ બે યુવાનોને નોકરી અપાવવાના બહાને નાણાંમંત્રીના ઈમેઇલ એડ્રેસ ઉપરથી મેઇલ મોકલી વિશ્ર્વાસમાં લઈ રૂા.8 લાખની છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે પિતા-પુત્ર વિરૂધ્ધ વધુ એક ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલી આશિર્વાદ સોસાયટી પાછળ શ્રીજી નગરમાં રહેતાં જયેશ બાબુભાઈ કોઠીયા નામના યુવાનના પિતા બાબુભાઈ કોઠીયા સાથે વિશાલ હેમંત કણસાગરા અને તેના પિતા હેમંત કણસાગરાએ વાતચીત કરી વિશ્ર્વાસમાં લઇ જયેશને ઈન્કમટેકસમાં નોકરી અપાવી દેવાના બહાને નાણાંમંત્રના નામથી ઈમેઇલ મોકલી વિશ્ર્વાસમાં લઇ ટે્રનીંગ અને સિકયોરિટી બોન્ડ માટે જયેશ તથા તેના પિતા પાસેથી 2021 થી 2022 સુધીમાં રૂા.6,50,000 પડાવી લીધા હતાં તેમજ જયેશના પિતરાઈ જયદીપ કોઠીયાને પણ ઈન્કમટેકસમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી દોઢ લાખ પડાવી લીધા હતાં. આમ પિતા-પુત્ર શખ્સે યુવાન અને તેના પિતા તથા પિતરાઇ સહિતના ત્રણ વ્યકિતઓને વિશ્ર્વાસમાં લઇ રૂા.8 લાખની છેતરપિંડી આચરી હોવાની વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

બનાવમાં પીઆઇ એમ.બી. ગજ્જર તથા સ્ટાફે જયેશ કોઠીયાના નિવેદનના આધારે ખોડિયાર કોલોની એનઆરઆઈ કોલોની બંગલા નંબર 57 માં રહેતા વિશાલ કણસાગરા અને તેના પિતા હેમંત કણસાગરા વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ પિતા-પુત્ર સામે અગાઉ પણ ઈન્કમટેકસમાં નોકરી અપાવવાના બહાને અનેક યુવાનો સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ ગઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular