ભારતીય બેન્કોના લોનધારકો પર ફરી એક વખત વ્યાજદર ધારાની તલવાર વિંઝાશે તેવો સંકેત છે. આજથી રીઝર્વ બેન્કની ‘મોનેટરી પોલીસી કમીટી’ની ત્રણ દિવસની બેઠકનો પ્રારંભ થયો છે.
જેમાં વ્યાજદર વધારા અંગે નિર્ણય લેવાશે અને માનવામાં આવે છે કે, રીઝર્વ બેન્ક ફુગાવાની સ્થિતિ જોતા 25 બેઝીક પોઈન્ટનો વધારો કરશે અને તેના કારણે બેન્કોનું ધિરાણ ફરી મોંઘુ થશે. હાલમાં જ જે રીતે સરકારે નાની બચતના વ્યાજદરમાં વધારો કર્યો છે તે સંકેત છે કે કેન્દ્ર પણ ઉંચા વ્યાજદરની સ્થિતિનો સામનો કરવા તૈયાર છે.
તા.6ના રોજ રીઝર્વ બેન્કના ગવર્નર વ્યાજદર વધારાની જાહેરાત કરશે અને માનવામાં આવે છે કે આ વ્યાજદર વધારો અંતિમ હશે. ત્યારબાદ વ્યાજદર વધારો નહી પણ ઘટાડાતા પુર્વે રીઝર્વ બેન્ક ફુગાવાની સ્થિતિ પર નજર રાખશે અને હજું જે રીતે વૈશ્ર્વિક રીતે પણ ઉંચા ફુગાવાની સ્થિતિ છે તે જોતા આરબીઆઈ માટે વ્યાજદર ઘટાડવાનું જોખમી બનશે.
મોટાભાગના બેન્કર્સ માને છે કે, વ્યાજદર વધશે. મે-2022થી આ સિલસિલો શરુ થયો છે તે 1 વર્ષ સુધી સતત વ્યાજદર વધ્યા તેના કારણે લોનધારકો માટે તેના ધિરાણમાં વધુ ઈએમઆઈ અને તે પણ લાંબા સમય માટે ચુકવવા પડશે તે નિશ્ર્ચિત છે.