વડોદરા ખાતે આંતરરાજ્ય મહાનગરપાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાનાર છે. જેમાં જામનગર મહાનગરપાલિકાની મેયર ઇલેવન ટીમ પણ ભાગ લેનાર હોય, આજરોજ ટીમ રવાના થાય તે પૂર્વે પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા મહાનગરપાલિકાના આયોજન હેઠળ વડોદરા ખાતે આંતરરાજ્ય મહાનગરપાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગર મહાનગર પાલિકાની મેયર ઇલેવન ટીમ પણ ભાગ લઇ રહી છે. ત્યારે જામનગરની મેયર ઇલેવન ટીમના જીતના સંકલ્પ સાથે પૂજા યોજાઇ હતી. ત્યારબાદ મેયર ઇલેવન ટીમ વડોદરા જવા રવાના થઇ હતી. આ પૂજાકાર્યમાં જામનગર 79ના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, મેયર બિનાબેન કોઠારી, મેયર ઇલેવન ટીમના કેપ્ટન કેતન નાખવા, ડે.મેયર તપન પરમાર, સ્ટે. ચેરમેન મનિષભાઇ કટારીયા, વિરોધપક્ષના નેતા ધવલ નંદા તેમજ ટીમના સભ્યો તથા શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઇ ગોસરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ મેયર ઇલેવન ટીમમાં કેપ્ટન કેતન નાખવા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડે.મેયર તપન પરમાર, સ્ટે. ચેરમેન મનિષ કટારીયા, વિરોધપક્ષ નેતા ધવલ નંદા, ધર્મરાજસિંહ જાડેજા, આનંદ રાઠોડ, અલ્તાફ ખફી, જયરાજસિંહ જાડેજા, જીતુભાઇ શિંગાળા, પાર્થ જેઠવા, આશિષ જોશી, સુભાષ જોશી, પાર્ટ કોટડીયા તથા રાહુલ બોરીચા ભાગ લેશે. તેમજ ટીમના મેનેજર તરીકે નિલેશભાઇ કગથરા રહેશે.