Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારમેમાણા ગામે પ્રૌઢાને ઇલેકટ્રીક શોક લાગતા મૃત્યુ

મેમાણા ગામે પ્રૌઢાને ઇલેકટ્રીક શોક લાગતા મૃત્યુ

માનસિક અસ્થિર હોય વાડી વિસ્તારમાં આંટો મારતા સમયે બનાવ

- Advertisement -

લાલપુર તાલુકાના મેમાણા ગામમાં પ્રૌઢાને ઇલેકટ્રીક શોક લાગતા મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવી વેરાવડ ગામે રહેતા પિન્ટુબા પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.55) નામના પ્રૌઢા છેલ્લાં ઘણાં વર્ષોથી માનસિક બીમાર હોય તેમજ ઘરેથી કોઇને કહ્યા વગર આજુબાજુની વાડી વિસ્તારમાં આંટો મારવા જતા મેમાણા ગામે આવેલ બાબુભાઈ ગાગીયાની વાડી પાસે જીઇબીના ટીસી પાસે આંટો મારતા હોય જમીનમાં ભેજ હોવાને કારણે અકસ્માતે ઈલેકટ્રીક શોક લાગતા પગમાં પંચર પડી જતાં ઈજા પહોંચતા મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હેકો એચ.કે. મકવાણા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular