જામનગરના દરેડમા રહેતાં તરૂણ ગેસનો બાટલો લીકેજ થતા આગમાં દાઝી જતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કરતા પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના દરેડમાં પટેલ શેરી 90 ખોલી નંબર 16 માં ગત તા.28 માર્ચના રોજ ગેસનો બાટલો ફાટતા આગ લાગી હતી. આ આગમાં કુલુભાઈ યોગેન્દ્રભાઈ પાસવાન (ઉ.વ.14) નામના તરૂણ દાઝી જતાં સારવાર અર્થે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે એએસઆઈ ડી.સી. ગોહિલ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.