જામનગર શહેરમાં સહજાનંદ સોસાયટીમાં રહેતાં બ્રાસપાર્ટના વેપારી યુવાને લગ્નના ચાર વર્ષ થયા હોય અને સંતાન ન થવાથી મનમાં લાગી આવતા ગુરૂવારે લાલપુર તાલુકાના હરીપર ગામની સીમમાં આવેલા ખેતરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સહજાનંદ સોસાયટીમાં રહેતાં અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરતાં રાજેશ ધીરૂભાઈ અકબરી (ઉ.વ.36) નામના યુવાનના લગ્ન ચાર વર્ષ અગાઉ થયા હતાં અને આ લગ્ન જીવનના ચાર વર્ષ દરમિયાન સંતાન થતા ન હોય જેથી મનમાં લાગી આવતા ગુરૂવારે સવારના સમયે લાલપુર તાલુકાના હરીપર ગામની સીમમાં આવેલા તેના ખેતરે જઈ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પિતા ધીરુભાઈ અકબરી દ્વારા જાણ કરાતા હેકો એન પી વસરા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.