જામનગર શહેરમાં તહેવારોને ધ્યાનમાં લઇ તા.29 ના સીટી “એ” પો.સ્ટે. ખાતે પોલીસ અધિકક્ષ પ્રેમસુખ ડેલુંના અધ્યક્ષ સ્થાને તથા PI એમ. બી. ગજ્જર ની હાજરીમાં શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં આગામી દિવસોમાં આવતા હિન્દુ મુસ્લિમોના તહેવાર રામ નવમી શોભાયાત્રા, રમઝાન માસ, મહાવીર જયંતી વિગેરે તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ તથા ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે તહેવારો ઉજવાય તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી તેમજ આગેવાનો દ્વારા સહકાર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
સુન્ની મુસ્લિમ સમાજ પ્રમુખ જુમાભાઈ ખફી, મુસ્લિમ આગેવાન એમ.કે. બ્લોચ, જૈન સમાજ આગેવાન ભરતભાઈ પટેલ, જૈન સમાજ આગેવાન ભરતભાઈ વસા, ભાનુશાળી સમાજ પ્રમુખ કિરીટભાઈ ભદ્રા, બ્રહ્મ સમાજ આગેવાન રાજુભાઈ મહાદેવ, બ્રહ્મ સમાજ આગેવાન આશિષ બક્ષી, સતવારા સમાજ પ્રમુખ નરેનભાઈ કણજારીયા, ભોય સમાજ આગેવાન સંજય દાઉદીયા, જુમ્મા મસ્જિદ પ્રમુખ રાશીદભાઈ લુસવાલા, માંડવી ટાવર મસ્જિદ અબ્દુલ રહેમાન જુણેજા, મુસ્લિમ સમાજ આગેવાન હુસેનભાઇ એરંડીયા સહીત આ શાંતિ સમિતિની મીટીંગમાં હિન્દુ મુસ્લિમ સમાજના 25 જેટલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.