Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરસાંસદ પૂનમબેન માડમની રજૂઆતને સફળતા : કેન્દ્રિય નાણાંમંત્રી દ્વારા આધાર-પાન લીંક મુદ્ત...

સાંસદ પૂનમબેન માડમની રજૂઆતને સફળતા : કેન્દ્રિય નાણાંમંત્રી દ્વારા આધાર-પાન લીંક મુદ્ત વધારાઇ

- Advertisement -

જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આધાર-પાન લીંક મુદત વધારી આપવા રજૂઆત કરી હતી. આ રજૂઆતને સફળતા મળતા કેન્દ્રિય નાણાંમંત્રી દ્વારા મુદત વધારી આપવામાં આવતાં હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા વડાપ્રધાન અને કેન્દ્રિય નાણાંમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ નિર્ણયથી ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોને વધારાના દંડમાંથી રાહત મળી છે.

- Advertisement -

આધારકાર્ડ સાથે પાનકાર્ડ લીંક કરાવવાની આખરી મુદત તા. 31-3ની આપવામાં આવી હતી. પરંતુ આધારકાર્ડ અને પાનકાર્ડ બન્નેની વિગતો એક સરખી હોય તો જ લીંકઅપ થઇ શકે, જે સુધારવામાં સમય લાગતો હોય અને તે માટે મર્યાદિત સેન્ટરો ઉપર લોકોને ધસારો રહેતો હોય, મુશ્કેલી પડતી હોવાની અને મુદત વધારવાની જરૂરત હોવાની ખૂબજ રજૂઆતો મળતા, આ અંગે પ્રજાલક્ષી કાર્યો માટે હંમેશા જાગૃત અને સફળ રજૂઆત કરનારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ કેન્દ્રના નાણાંમંત્રી નિર્મલા સીતારામન આ પ્રક્રિયાની મુદત વધે તે ખૂબજ જરૂરી હોવાની ભારપૂર્વકની રજૂઆત કરી હતી. જે સંદભે નાણાંમંત્રી એ રજૂઆતની સમગ્ર વિગતો અંગે ગંભીરતા દાખવી, આ લીંકઅપની મુદત 30મી જૂન સુધી વધારી આપી છે. જે અંગે સંસદસભ્ય પૂનમબેન માડમએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને નાણાંમંત્રી નિર્મલા સીતારામનો આભાર વ્યકત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular