Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયકર્મચારીઓ આનંદો, ઇપીએફઓ વ્યાજદરમાં વધારો

કર્મચારીઓ આનંદો, ઇપીએફઓ વ્યાજદરમાં વધારો

- Advertisement -

દેશમાં પ્રોવિડન્ટ ફંડ ધારકો માટે સારા સમાચાર છે, વર્ષ 2021-22 માટે પ્રોવિડન્ટ ફંડ ઉપર 8.15% વ્યાજ મળશે જે ગત વર્ષે 8.10% હતું આજે પ્રોવિડન્ટ ફંડ ટ્રસ્ટી બોર્ડ દ્વારા આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે અને અંદાજે 6 કરોડ પ્રોવિડન્ટ ફંડ ધારકોને ચાલુ નાણાકીય વર્ષની બચતમાં વધુ વ્યાજ મળશે. કેન્દ્ર સરકારે આ નવા વ્યાજદરને મંજૂરી આપી છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન સેન્ટ્રલ બોર્ડ ઓફ જસ્ટીસ દ્વારા પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર વધારાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ખાતાધારકોને હવે 8.10ને બદલે 8.15 ટકા વ્યાજ મળશે. માર્ચ 20રરમાં સરકારે 8.10 ટકા વ્યાજદરની જાહેરાત કરી હતી. જે 40 વર્ષમાં સૌથી નીચે છે. દર વર્ષે 28 માર્ચે સીબીટીની બેઠક યોજાઇ છે. જેમાં ઇપીએફઓના વ્યાજદર નકકી કરવામાં આવે છે. ઇપીએફઓએ ગયા વર્ષે સારી કમાણી કરી હતી. એટલે આ વખતે વ્યાજદર વધારાની સંભાવનાઓ હતી.

- Advertisement -

અત્રે ઉલ્લેખનિય છે કે, ઇપીએફઓ કર્મચારીઓના રોકાણનું ભંડોળ ઘણી જગ્યાએ રોકાણ કરે છે. જેમાંથી તેને વળતર મળે છે. આ કમાણી દ્વારા ઇપીએફઓ કર્મચારીઓને તેમના રોકાણ પર વ્યાજ આપે છે. જો કે, આ વર્ષે વ્યાજદર 8.20 ટકા કરવામાં આવે તેવી ધારણા હતી. પરંતુ ઇપીએફઓએ આ વર્ષ માટે 8.15 ટકાનો દર નકકી કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular