કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ. માનહાનિ કેસમાં સજાના કારણે સાંસદ પદ ગુમાવનારા રાહુલને હવે સરકારી બંગલો ખાલી કરવો પડશે. રિપોર્ટ મુજબ, રાહુલ ગાંધીને લોક સભાની હાઈસિંગ કમિટી તરફથી સરકારી બંગલો ખાલી કરવા સંબંધી નોટિસ મોકલાઈ છે. તેમને 22 એપ્રિલ સુધીમાં સરકારી બંગલો ખાલી કરવો પડશે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સાંસદ બન્યા પછી 12 તુઘલક લેનનો બંગલો ફાળવાયો હતો. લોકસભા સચિવાલયે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરી દીધું હતું. રાહુલ ગાધી કેરળના વાયનાડથી સાંસદ હતા. સુરતની કોર્ટે મોદી સરનેમ અંગેના ચાર વર્ષ જૂના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી.કોર્ટના આ ચુકાદા બાદ લોકસભા સચિવાલયે તેમનું સભ્યપદ પણ રદ કરી દીધું હતું. જન પ્રતિનિધિ અધિનિયમ 1951 અંતર્ગત સ્પીકરે આ કાર્યવાહી કરી હતી.