જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલી મંગલધામ સોસાયટીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોએ એલસીબીની ટીમે 10000 ની રોકડ રકમ, પાંચ મોબાઇલ અને બે લાખની કિંમતની કાર સહિત કુલ રૂા.2,26,160 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગરમાં રણજીતસાગર રોડ પર મારુ કંસારા હોલ પાસે આવેલી મંગલધામ સોસાયટીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની એલસીબીના શિવભદ્રસિંહ જાડેજા, ફીરોજ ખફી, હરદીપ ધાંધલને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી તથા પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન સુભાષ સવદાસ અજુડિયા, રસિક કરશણ જાદવ, મગન જાદવજી મુંજપરા, આણંદભાઈ પાચા સંઘાણી, ઈમત્યાઝ મુસા ખુરેશી નામના પાંચ શખ્સોને રૂા.10160 ની રોકડ રકમ, રૂા.16000 ની કિંમતના પાંચ મોબાઇલ અને રૂા.2 લાખની કિંમતની જીજે-05-સીકે.-2088 નંબરની કાર મળી કુલ રૂા.2,26,160 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.