જી-20 અંતર્ગત જાગૃત્તતા સંબંધિત કાર્યક્રમ પૈકી રન ફોર એનવાયરમેન્ટ એન્ડ કલાયમેન્ટ ઈવેન્ટ અંતર્ગત જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એમ.બી. સોલંકી અને રીઝર્વ પોલીસ ઈન્સ્પેકટર જી એસ પુવાર દ્વારા હેડ કવાર્ટર ખાતેથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન દોડનો હેતુ પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતતા ફેલાઈ અને સાફ સફાઈનું ધ્યાન રાખે તે સંદર્ભે યોજવામાં આવી હતી. આ દોડમાં પોલીસના જવાનોએ ભાગ લીધો હતો.