Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરજામ્યુકોની ફૂડ શાખા દ્વારા મસાલા સ્ટોરના ત્રણ વિક્રેતાને લાયસન્સ અંગે નોટિસ

જામ્યુકોની ફૂડ શાખા દ્વારા મસાલા સ્ટોરના ત્રણ વિક્રેતાને લાયસન્સ અંગે નોટિસ

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગત સપ્તાહ દરમિયાન શહેરના વિવિધ રેસ્ટોરન્ટમાંથી ચેકિંગ કરી સ્વચ્છતા જાળવવા સહિતના મુદ્દે સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ સિઝનલ મસાલા સ્ટોલ ધારકોને લાયસન્સની નોટીસ આપવામાં આવી હતી અને ધુમ્રપાન કરતા ચાર આસામીઓને નોટીસ ફટકારી દંડ વસુલવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તા. 20થી 25 માર્ચ દરમિયાન શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલ બજરંગ રેસ્ટોરન્ટ, ઢોસા હાઉસ, રિધ્ધિ સિધ્ધિ રેસ્ટોરન્ટ તથા બ્લેક પેપર રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરી સ્વચ્છતા જાળવવા સહિતના મુદ્દે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત વિકાસ ગૃહ મેઇન રોડ ઉપર આવેલ જી.એમએસએલ વેર હાઉસમાંથી ન્યુટ્રાલાઇફ એફ-100 તથા ન્યુટ્રાલાઇફ એફ-75 નામના બે સર્વેલન્સના નમુના વડોદરા લેબોરેટરીમાં મોકલાવાયા હતાં. તેમજ ગોકુલનગર વિસ્તારમાં આવેલ સિધ્ધનાથ મસાલા સ્ટોરના ત્રણ ધંધાર્થીઓને લાયસન્સ ન હોય, નોટીસ ફટકારવામાં આવી હતી.

આ ઉપરાંત રણજીતરોડ, સુભાષ માર્કેટ વિસ્તારમાં ઇન્સ્પેકશન દરમિયાન ધુમ્રપાન કરતા ચાર આસામીઓને નોટીસ ફટકારી રૂા. 800ની પેનલ્ટી વસુલવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular