Monday, December 8, 2025
Homeરાજ્યજામનગરજામનગરના બેડેશ્વરમાં યુવાન ઉપર છરી વડે હુમલો

જામનગરના બેડેશ્વરમાં યુવાન ઉપર છરી વડે હુમલો

છૂટાછેડા લીધેલી યુવતી સાથે યુવાનના સગપણનો ખાર : યુવતીના પૂર્વ પતિએ છરીના ઘા ઝીંકયા : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

જામનગર શહેરમાં બેડેશ્વર વિસ્તારમાં હોટલ પાસે ઉભેલા યુવાનને માધાપર ભુંગાના શખ્સે છુટાછેડાનો ખાર રાખી યુવાન ઉપર છરીના ઘા ઝીંકી બાઈક સાથે પછાડી દઇ હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં આવેલી હોટલ પાસે મોહન કાસમભાઈ જુણેજા (ઉ.વ.20) નામના યુવાન સાથે તેના મામાની દીકરીની મહેંદીની સગાઈ કરી હતી અને આ યુવતીના અગાઉ કરીમ સંઘાર સાથે છૂટાછેડા થયા હતાં. જેથી કરીમ અનવર સંઘાર નામના શખ્સે મોહન જુણેજા શબ્બીરભાઈ સાથે બેડેશ્વરમાં હોટલ પાસે ઉભા હતાં ત્યારે બાઈક સાથે બન્નેને ધકકો મારી બંનેને પછાડી દીધા હતાં તેમજ મોહન ઉપર છરી વડે થાપાના ભાગે બે ઘા મારી તથા ખંભાના ભાગે એક ઘા મારી ઈજા પહોંચાડી હતી. કરીમ મોહનના લગ્ન છૂટાછેડા લીધેલી તેની પત્ની મહેંદી સાથે થવા દેવા માગતો ન હોવાથી હુમલો કર્યાની કેફીયત આપતા પીએસઆઈ એ.વી. વણકર તથા સ્ટાફે કરીમ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular