Monday, December 8, 2025
Homeસમાચારરાષ્ટ્રીયકર્ણાટક ચૂંટણી માટે કોંગ્રેસે 124 ઉમેદવારો જાહેર કર્યા, ખડગેના પુત્રને ટિકિટ

કર્ણાટક ચૂંટણી માટે કોંગ્રેસે 124 ઉમેદવારો જાહેર કર્યા, ખડગેના પુત્રને ટિકિટ

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 124 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મળતી માહિતી મુજબ પૂર્વ સીએમ સિદ્ધારમૈયા વરૂણા સીટથી અને પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર કનકપુરાથી ચૂંટણી લડશે. આ સિવાય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંકનું પણ નામ આ યાદીમાં સામેલ છે. તેઓ ચિતાપુરથી ચૂંટણી લડશે. આ સિવાય એમબી પાટીલને બાબલેશ્ર્વરથી, દિનેશ ગુંડુરાવને ગાંધીનગરથી, ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા એમએલસી પુતન્નાને રાજાજીનગરથી અને ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી કે.એચ. મુનિયપ્પાને દેવનહલ્લીથી કોંગ્રેસની ટિકિટ મળી છે. આ સિવાય મેંગલોરથી યુટી અબ્દુલ કાદર અલી ફરીદ, શૃંગેરીથી ટીડી રાજગૌડા, શિવાજી નગરથી રિઝવાન ઈર્શાદ, વિજય નગરથી એમ કૃષ્ણમ્પ્પા અને બેલ્લારી આરક્ષિત બેઠક પરથી બી નાગેન્દ્રને ટિકિટ આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular