કોરોના મહામારી દરમિયાન જામીન પર છૂટેલા કેદીઓને 15 દિવસની અંદર આત્મસમર્પણ કરી દેવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમઆર શાહ અને સીટી રવીકુમારની બેંચે કહ્યું હતું કે જે પણ અન્ડર ટ્રાયલ કેદીઓને કોરોના મહામારી સમયે ઇમર્જન્સી જામીન પર છોડવામાં આવ્યા છે તેઓએ જામીનની સમય મર્યાદા પુરી થઇ ગઇ હોવા છતા આત્મસમર્પણ નથી કર્યું. આવા કેદીઓએ 15 દિવસમાં આત્મસમર્પણ કરવાનું રહેશે. કોરોના મહામારી સમયે જેલમાં કેદ કેદીઓમાં પણ કોરોનાનો ફફડાટ હતો અને જેને ધ્યાનમાં રાખીને અનેક અન્ડર ટ્રાયલ કેદીઓને ઇમર્જન્સીમાં જામીન પર છોડવામાં આવ્યા હતા. જોકે તાજેતરના રિપોર્ટ મુજબ અનેક કેદીઓ કોરોના મહામારી અને લોકડાઉન પૂર્ણ થઇ ગયા બાદ પણ સરેંન્ડર નથી કર્યું. એક દોષીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેણે દાવો કર્યો હતો કે કોરોના મહામારી સમયે પેરોલની અનુમતિ એચપીસીના આદેશો મુજબની હતી.
આવા કોઇ જ પેરોલ પર છોડવાની માગણી નહોતી કરી. જેને પગલે આ પેરોલ દરિયાન મને છોડવામાં આવ્યો તેને કાપેલી સજાની સાથે સમાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ માગણીને ઠુકરાવી દીધી હતી. સાથે જ સુપ્રીમે સ્પષ્ટતા કરી હતી કે કેદીઓની સંખ્યા અને વધુ ભીડને કારણે જેલમાંથી પેરોલ પર કેદીઓને છોડવામાં આવ્યા હતા, તેથી તેમના પેરોલના સમયગાળાને વાસ્તવિક કેદના સમયગાળામાં ના સમાવી શકાય.