Monday, December 8, 2025
Homeસમાચારરાષ્ટ્રીયરાહુલ ગાંધી બની ગયા પૂર્વ સાંસદ

રાહુલ ગાંધી બની ગયા પૂર્વ સાંસદ

કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી દૂર કરાયા બાદ પણ એક બાદ એક એકશન આવી રહ્યા છે. તા.23 માર્ચ એટલે કે ચૂકાદાના દિવસે જ રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ સંબંધી આદેશ અમલી બનાવાયા છે. વાસ્તવમાં કોંગ્રેસના પુર્વ નેતા અને જાણીતા સિનીયર ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે તે દિવસે જ ઈશારો આપી દીધો હતો કે સુરત કોર્ટના ચૂકાદા સાથે જ રાહુલ ગાંધીનું સભ્યપદ પણ રદ થાય છે અને લોકસભા સચીવાલયે તો ફકત તેનું જાહેરનામુ જ બહાર પાડવાનું હોય છે.

- Advertisement -

રાહુલ ગાંધીને દોષિત તો જારી કરાયા છે તેની સામે સ્ટે આપ્યો જ ન હતો. ફકત તેઓને 2 વર્ષની જેલ સજાનો જે ચૂકાદો છે તે સસ્પેન્ડ કરાયો હતો અને જામીન અપાયા જેથી રાહુલને તાત્કાલીક જેલમાં જવું પડે નહી. પણ તેમની ‘સજા’ તો છે જ તેથીજ તેમને લોકસભા સભ્યપદેથી દૂર કરવાની ફરજ લોકસભા સચીવાલયે બનાવી છે અને તેમાં તે કાનૂન મુજબ જ નિર્ણય લેવાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular