Friday, December 27, 2024
Homeરાજ્યગુજરાતસિસકારા બોલાવી રહ્યાં છે લાલ મરચાંના ભાવ

સિસકારા બોલાવી રહ્યાં છે લાલ મરચાંના ભાવ

- Advertisement -

ઉનાળો શરૂ થતા હવે મસાલા ભરવાની સીઝન શરૂ થઈ ગઈ છે. ચાલુ વર્ષે ગૃહિણીનું બજેટ ખોરવાયુ છે. મરચાના ભાવમાં ચાલુ વર્ષે ધરખમ વધારો થયો છે. કાશ્મીરી ડબ્બીનો ભાવ કિલોના 950 રૂપિયા, રેશમ પટ્ટીનો ભાવ કિલોના 640 રૂપિયા, ડબલ પટ્ટાનો ભાવ કિલોના 640 રૂપિયા, દેશી મરચાનો ભાવ કિલોના 440 રૂપિયા, પટણીનો ભાવ કિલોના 450 રૂપિયા, ઝેરીલા તીખુ (ડોલર)નો ભાવ કિલોના 460 રૂપિયા, કુમથી મરચાનો ભાવ કિલોના 740 રૂપિયા છે. ગત વર્ષના ભાવની વાત કરીએ તો કાશ્મીરી ડબ્બીનો ભાવ 600 રૂપિયા હતો. જેમાં ચાલુ વર્ષે 40 રૂપિયાનો ભાવ વધારો થયો છે. હળદરના ભાવની વાત કરીએ તો આ વર્ષે રાજાપુરીનો ભાવ કિલોના 200 રૂપિયા, સેલમનો કિલોના 220 રૂપિયા, કેસરનો કિલોના 240 રૂપિયા ભાવ છે. જીરૂંનો ભાવ 440 થી 450 રૂપિયા કિલો છે. ગત વર્ષે 310 રૂપિયા હતો. તેમજ હજી પણ ભાવ વધારો થાય તેવી શકયતા વેપારી સુધીર પટેલે વ્યકત કરી છે. ધાણાના ભાવમાં ચાલુ વર્ષે ઘટાડો જોવા મળ્યો છે. ધાણાનો ભાવ ચાલુ વર્ષે કિલોના 160 રૂપિયા, પીસેલા ધાણાનો ભાવ કિલો 220 રૂપિયા છે. ગત વર્ષની વાત કરીએ તો ધાણાનો ભાવ કિલોના 220 રૂપિયા હતો. પીસેલા ધાણાનો ભાવ કિલો 250 રૂપિયા હતો. આશા મસાલા ગળહ ભંડારમાં વેચાણ કરતા વેપારી સુધીર પટેલ તેઓના બાપદાદાનો વ્યવસાય સંભાળી રહ્યા છે. તેઓ મૂળ મહેસાણાના ઊંઝા ગામના વતની છે. તેઓ અંકલેશ્ર્વરમાં છેલ્લા 15 થી 17 વર્ષથી રહે છે. તેઓનો આશા મસાલા ગળહ ભંડારમાં તેઓ સાથે 6 લોકો કામ કરી રહ્યા છે. સુધીર પટેલે જણાવ્યું હતુ કે, તેઓ વિવિધ પ્રકારના મરચા આંધ્રપ્રદેશથી લાવે છે અને ત્યાથી જ તેઓને આ વર્ષે વધુ કિંમતમાં મરચાનો માલ ખરીદયો છે. હળદર મહારાષ્ટ્રના સેંગલીથી લાવે છે. મસાલા માર્કેટના ભાવમાં આ વર્ષે મંદી જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ વર્ષે મરચા સહિતના મસાલાના ભાવમાં ધરખમ વધારો થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular