Sunday, December 7, 2025
Homeસમાચારરાષ્ટ્રીયનેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ડાયરેક્ટર પ્રદીપ સરકારનું નિધન

નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ડાયરેક્ટર પ્રદીપ સરકારનું નિધન

બોલિવૂડમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ફિલ્મ ડાયરેક્ટર પ્રદીપ સરકારનું 68 વર્ષની વયે નિધન થયું છે. તેમણે વહેલી સવારે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમના નિધનથી ફિલ્મ જગતમાં ઘેરા શોકની લાગણી છવાઈ. પ્રદીપ સરકારના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે સાંતાક્રુઝના સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

- Advertisement -

સુત્રોમાંથી અનુસાર તેઓ ડાયાલિસિસ પર હતા. તેમનું પોટેશિયમ લેવલ ખૂબ જ ઝડપથી ઘટી ગયું હતું ત્યારબાદ પ્રદીપ સરકારને મોડી રાત્રે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે ડોકટરો તેને બચાવી શક્યા ન હતા. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ એક પ્રતિભાશાળી ફિલ્મ સર્જક ગુમાવ્યો છે. પ્રદીપ સરકાર ડાયરેક્ટર હોવા ઉપરાંત લેખક પણ હતા. તેણે પોતાના કરિયરની શરૂઆત વિનોદ ચોપરા પ્રોડક્શનથી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular